August 17, 2024 3:34 PM

ભાવનગર જિલ્લા કક્ષાએ તરણ સ્પર્ધામાં સાત સુવર્ણ અને ત્રણ રજત તથા બે કાંસ્ય ચંદ્રક ભાવનગરના પાણીયાળીના સ્પર્ધકોએ જીત્યા હતા

ભાવનગર જિલ્લા કક્ષાએ તરણ સ્પર્ધામાં સાત સુવર્ણ અને ત્રણ રજત તથા બે કાંસ્ય ચંદ્રક ભાવનગરના પાણીયાળીના સ્પર્ધકોએ જીત્યા હતા. ભાવનગર મહાનગર પાલિકાના સ્વીમીંગ પૂલ ખાતે આજે યોજાયેલી જિલ્લા કક્ષાની સ્કૂલ ગેમ્સમાં તરણ સ્પર્ધામાં મોટી પાણીયાળીના બાળકોએ કુલ ૧૨ ચંદ્રક જીત્યા હતા. ચંદ્રક મેળવનાર બાળકો આગામી સમ...

August 17, 2024 3:33 PM

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઇ સંઘવીનું આજે સુરતની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઇ સંઘવીનું આજે સુરતની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે..તેઓ લાંબા સમયથી બિમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી..

August 17, 2024 3:32 PM

તાપીના ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા

તાપીના ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે.. ઉકાઈ ડેમની સપાટી 334.08 ફૂટ પર પહોંચતા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. હાલ હાઇડ્રો મારફતે 16 હજાર 986 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે...અને વીજળી ઉત્પન્ન કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.. ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવતા તાપી નદી કિનારે આવેલ...

August 17, 2024 3:27 PM

રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓની બહેનોએ ૧ લાખ ત્રણ હજારથી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યુ છે

રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓની બહેનોએ ૧ લાખ ત્રણ હજારથી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યુ છે. ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધનને સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે તે માટે “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત ગુજરાતે આ અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી ભૂ...

August 17, 2024 3:24 PM

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશની સાથે રાજ્યમાં તબીબો હડતાળ કરી રહ્યા છે

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશની સાથે રાજ્યમાં તબીબો હડતાળ કરી રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએસન દ્વારા ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને આ હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતગર્ત આજે સવારે છ વાગ્યાથી લઇને આવતીકાલે સવારે ૬ વાગ્યા સુધી ઓપીડી તેમજ તમામ તબીબી ...

August 17, 2024 2:34 PM

પેરિસમાં આગામી 28મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક્સ રમત યોજાશે

પેરિસમાં આગામી 28મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક્સ રમત યોજાશે, જેના ઉદ્ઘાટન સમારોહમાં ટોક્યો પેરાલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા સુમિત એન્ટિલ અને શોટ-પુટ સ્ટાર ભાગ્યશ્રી જાધવ ભારતીય દળના ધ્વજારોહક રહશે. આ વર્ષે 84 ખેલાડીનું સૌથી મોટું દળ પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઉ...

August 17, 2024 2:32 PM

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને બંગ ભવનમાં ગઈકાલે વચગાળાની સરકારના વધુ ચાર સલાહકારને શપથગ્રહણ કરાવ્યા હતા

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને બંગ ભવનમાં ગઈકાલે વચગાળાની સરકારના વધુ ચાર સલાહકારને શપથગ્રહણ કરાવ્યા હતા. આ સલાહકારોમાં અર્થશાસ્ત્રી વાહિદુદ્દીન મહમુદ, પૂર્વ સચિવ મોહમ્મદ ફઝુલ કબીર ખાન, પૂર્વ કેબિનેટ સચીવ અલી ઈમામ મજૂમદાર અને બાંગ્લાદેશ રાઈફળ્સના પૂર્વ મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ જહાંગીર આ...

August 17, 2024 2:30 PM

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા 20મી ઑગસ્ટે શરૂ થશે. જ્યારે 4 ઑક્ટોબરે પરિણામ જાહેર થશે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કુલ 90 બેઠક છે. પહેલા તબક્કા અંતર્ગત 24 બેઠક માટે 18 સપ્ટેમ્બરે પુલવામા, અનંતનાગ, શોપિયાં, કુલગામ, રામબન, કિશ્તવાડ અને ડોડા જિલ્લામ...

August 17, 2024 2:11 PM

સંયુક્ત આરબ અમીરાત – UAEમાં ભારતીય નાગરિક યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ – UPIના માધ્યમથી રૂપિયામાં ચૂકવણી કરી શકશે

સંયુક્ત આરબ અમીરાત – UAEમાં ભારતીય નાગરિક યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ - UPIના માધ્યમથી રૂપિયામાં ચૂકવણી કરી શકશે. UAEમાં સ્થાનિક બજાર ચલાવતી મોટી કંપની લુલુએ પોતાની તમામ સ્ટોરમાં UPIથી ચૂકવણી કરવાના વિકલ્પને શરૂ કરી દીધો છે. હવે ભારતીય નાગરિકો ભારતની જેમ અહીં પણ UPIથી ચૂકવણી કરી શકશે. જુલાઈ મહિનાની ...

August 17, 2024 2:04 PM

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે આજે મૈસૂર શહેરી વિકાસ સત્તામંડળ – મુડાની સાઇટ ફાળવણી કૌભાંડ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે આજે મૈસૂર શહેરી વિકાસ સત્તામંડળ -મુડાની સાઇટ ફાળવણી કૌભાંડ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરી ટી જે અબ્રાહમ, પ્રદીપ અને સ્નેહામયી કૃષ્ણા દ્વારા દાખલ કરાયેલી ત્રણ અરજી પર આધારિત છે. અગાઉ 26મી જુલાઈએ રાજ્યપાલ શ્રી ગેહલોતે શ્રી...