August 21, 2024 11:54 AM

ભારતીય જનતા પક્ષે આગામી જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના નેતા રામ માધવ અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા

ભારતીય જનતા પક્ષે આગામી જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના નેતા રામ માધવ અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા છે. જમ્મૂ કાશ્મીરમાં 18, 25 અને પહેલી ઑક્ટોબર એમ ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે.

August 21, 2024 11:51 AM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ- ICC એ મહિલા T20 વિશ્વ કપની યજમાની બાંગ્લાદેશના બદલે સંયુક્ત આરાબ અમીરાત કરશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ- ICC એ મહિલા T20 વિશ્વ કપની યજમાની બાંગ્લાદેશના બદલે સંયુક્ત આરાબ અમીરાત કરશે તેવો નિર્ણય લીધો છે. જો કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સત્તાવાર રીતે આ કાર્યક્રમનું યજમાન રહેશે. આ ટુર્નામેન્ટ આગામી 3 થી 20 ઓકટોબર દરમિયાન દુબઈ અને શારજાહ એમ બે સ્થળોએ યોજાશે. ICCના મુખ્ય કાર્યકાર...

August 21, 2024 11:48 AM

નાણાકીય વર્ષ 2023-2024માં દેશમાં 7.3 કરોડ ઈન્ટરનેટ ગ્રાહકો અને 7.7 કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકો ઉમેરાયા

નાણાકીય વર્ષ 2023-2024માં દેશમાં 7.3 કરોડ ઈન્ટરનેટ ગ્રાહકો અને 7.7 કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકો ઉમેરાયા છે. સંદેશાવ્યવહાર મંત્રાલયે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન ઈન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા 88 કરોડથી વધીને 95 કરોડ થઈ ગઈ છે. 2023-2024 દરમિયાન ટેલિકોમ સેક્ટરમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ટેલિકોમ રે...

August 21, 2024 11:28 AM

હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઉત્તરપૂર્વીય ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઉત્તરપૂર્વીય ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હવાના ઓછા દબાણની પરિસ્થિતિ સર્જાતા આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશા ...

August 21, 2024 11:19 AM

ભારત અને જાપાન વચ્ચે ગઈકાલે ટુ પ્લસ ટુ મંત્રીસ્તરીય બેઠક નવી દિલ્હીમાં મળી હતી.

ભારત અને જાપાન વચ્ચે ગઈકાલે ટુ પ્લસ ટુ મંત્રીસ્તરીય બેઠક નવી દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જાપાનમાં તેમના સમક્ષક સંરક્ષણ મંત્રી કિહરા મિનોરુ અને વિદેશમંત્રી યોકો કામિકાવા સાથે વાટાઘાટો કરી હતી. બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય સહકારની સમીક્ષા કર...

August 21, 2024 11:16 AM

કેન્દ્રીય જાહેર સેવા આયોગ-યુપીએસસીએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી

કેન્દ્રીય જાહેર સેવા આયોગ-યુપીએસસીએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી છે. અગાઉ, સરકારે યુપીએસસીને લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરવા નિર્દેશ આપ્યો હતો. યુપીએસસીએ તાજેતરમાં કેન્દ્રીય મંત્રાલયોમાં 45 સંયુક્ત સચિવો, નિયામકો અને નાયબ સચિવોની નિયુક્તિ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી, જેની સામે વિરોધ ...

August 21, 2024 11:14 AM

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન – EPFOએ આ વર્ષે જૂનમાં 19 લાખ, 29 હજાર સભ્યો જોડ્યા છે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન – EPFOએ આ વર્ષે જૂનમાં 19 લાખ, 29 હજાર સભ્યો જોડ્યા છે, જે ગત વર્ષે આ જ મહિનાની સરખામણીએ સાત ટકાથી વધુના વધારાને દર્શાવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું છે કે સભ્યોની વધતી સંખ્યાને, રોજગારની તકો સહિત અન્ય કારણો સાથે જોડીને જોઈ શકાય છે. આંકડાઓ અનુસાર આ વર્ષે જૂન દરમિ...

August 21, 2024 11:04 AM

રાજ્યના હવામાન વિભાગે આજે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગે આજે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે બપોર બાદ અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર આંકડા અનુસાર, ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં કુલ 97 તાલુકામાં વ...

August 21, 2024 10:54 AM

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે નવી દિલ્હીમાં 19માં CII – ભારત – આફ્રિકા વેપાર સંમેલનનાં ઉદ્ઘાટન સત્રને સંબોધન કરશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે નવી દિલ્હીમાં 19માં CII - ભારત - આફ્રિકા વેપાર સંમેલનનાં ઉદ્ઘાટન સત્રને સંબોધન કરશે. ત્રણ દિવસના આ સંમેલનમાં વેપાર, રોકાણ, માળખાગત સુવિધાઓ, આરોગ્ય અને સારવાર તેમજ ટેક્નૉલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. આ સંમેલનમાં 65 દેશોના 11થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે...

August 21, 2024 10:47 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પૉલેન્ડ અને યુક્રેનના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પૉલેન્ડ અને યુક્રેનના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે. પૉલેન્ડની રાજધાની વારસૉમાં શ્રી મોદીનું સ્વાગત કરાશે. તેઓ પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડા સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી મોદી અહી ભારતીય સમુદાયના લોકો, વેપારીઓ પ્રતિનિધિઓ સાથે ચર્ચા ...