August 28, 2024 2:52 PM

પ્રધાનમંત્રી જન ધન યોજના- PMJDY વિશ્વની સૌથી મોટી નાણાકીય સર્વસમાવેશી યોજના બની

પ્રધાનમંત્રી જન ધન યોજના- PMJDY વિશ્વની સૌથી મોટી નાણાકીય સર્વસમાવેશી યોજના બની છે, જેમાં 53 કરોડ 14 લાખ લાભાર્થી અને બે લાખ 31 હજાર 236 કરોડની કુલ થાપણ જમા થઈ છે, એમ સરકારે બુધવારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટ, 2014નાં રોજ આ યોજના શરૂ કરી હતી. નાણા મંત્રાલયે ...

August 28, 2024 12:07 PM

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. તેઓ અધ્યક્ષ પદ માટે એકમાત્ર નોમિની હતા. તેઓ આ વર્ષે 1લી ડિસેમ્બરે તેમનું પદ સંભાળશે. 35 વર્ષના જય શાહ આ હોદ્દો સંભાળનાર યુવા ચેરમેન છે. 20મી ઓગસ્ટનાં રોજ જાહેરાત કરવામાં આવી હતી કે...

August 28, 2024 11:44 AM

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન દેશનાં ઉત્તર પશ્ચિમી ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. અમારા પ્રતિનિધી જણાવે છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે દબાણ પશ્ચિમ દિશામાં જઈ...

August 28, 2024 11:34 AM

પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 આજે પેરિસમાં સત્તાવાર રીતે શરૂ થશે

પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 આજે પેરિસમાં સત્તાવાર રીતે શરૂ થશે, અને 8 સપ્ટેમ્બર સુધી ચાલશે. ફ્રાન્સ પ્રથમ વખત સમર પેરાલિમ્પિક્સનું આયોજન કરી રહ્યું છે. તેએ અગાઉ 1992માં ટિગ્નેસ અને આલ્બર્ટવિલેમાં વિન્ટર પેરાલિમ્પિક્સનું આયોજન કર્યું હતું. આ આવૃત્તિમાં કુલ 84 ભારતીય પેરા એથ્લેટ ભાગ લેશે. પેરાલિમ્પિક ઈતિ...

August 28, 2024 11:23 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ગઈકાલે ફોન પર વાત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ગઈકાલે ફોન પર વાત કરી હતી. તેમણે યુક્રેન પ્રવાસના અનુભવો વિશે વાત કરી, ઉપરાંત બંને દેશોના નેતાઓ વચ્ચે રશિયા -યુક્રેન યુદ્ધને લઈને પણ ચર્ચા થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે નેતાઓએ બંને દેશો વચ્ચે ...

August 28, 2024 11:07 AM

કોલકતામાં તાજેતરમાં ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનાં વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે આચરેલા અત્યાચારનાં વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજે 12 કલાકના પશ્ચિમ બંગાળ બંધનું એલાન કર્યું

કોલકતામાં તાજેતરમાં ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનાં વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે આચરેલા અત્યાચારનાં વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજે 12 કલાકના પશ્ચિમ બંગાળ બંધનું એલાન કર્યું છે. દેખાવકારો મુખ્યમંત્રી મમતા બેનરજીનાં રાજીનામાની અને આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ડોક્ટર પ...

August 28, 2024 10:58 AM

ચીલીના વિદેશ મંત્રી આલ્બર્ટો વાન ક્લેવરેન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર અને ચિલીના વિદેશી મંત્રી આજે નવી દિલ્હીમાં બીજી ભારત-ચીલી જોઇન્ટ કમિશનની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. આ ઉપરાંત, શ્રી ક્લેવરેન આજે ચિલી-ઈન્ડિયા બિઝનેસ (એગ્રીકલ્ચર) સમિટમાં પણ ભાગ લેશે અને બાદમાં મુંબઈ જવા રવાના જશે. ચીલીના વિદેશ મંત્રી આલ્બર્ટો વાન ક્લેવરેન ગઈકાલે નવી દિલ્...

August 28, 2024 9:34 AM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ સામે નાગરિકોની સલામતી રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ છે. ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ સહિત રાહત કમિશનર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગ...

August 28, 2024 9:10 AM

રાજ્યમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો

રાજ્યમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને આવતીકાલ એટલે કે ગુરૂવારે યોજાનારો મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ તેમજ જિલ્લા કક્ષાએ યોજવામાં આવતો જિલ્લા સ્વાગત મુલતવી રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત 29 ઓગસ્ટના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું...

August 28, 2024 8:53 AM

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં આજે પણ મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ વચ્ચે આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યના જે જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે, તેમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપરુ, ડાંગ, તાપી, સુરત, નર્મ...