હોકીમાં, પુરૂષોની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધામાં વર્તમાન ચેમ્પિયન ભારત આજે ચીનના હુલુનબુઈર ખાતે પાંચમી અને અંતિમ પૂલ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે સાવ એક વાગે શરૂ થશે.
ચાર વખતના ચેમ્પિયન ભારત સાઉથ કોરિયા સામે લીગ સ્ટેજમાં સતત ચોથી જીત મેળવ્યા બાદ પહેલાથી જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી ચૂકયું છે. હરમનપ્રીત સિંહની નેતૃત્વમાં ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. ભારતીય ટીમ હાલમાં બાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને પાકિસ્તાન સામેના પરિણામને ધ્યાનમાં લીધા વિના રાઉન્ડ- રોબિન તબક્કામાં પ્રથમ સ્થાન મેળવશે.
છ ટીમોની સ્પર્ધા રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાઈ રહી છે, જેમાં ટોચની ચાર ટીમો 16 સપ્ટેમ્બરે સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશે. ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાનાર છે.
Site Admin | September 14, 2024 11:30 AM
હૉકી : એશિયન ચેમ્પિયનશીપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ