હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ અલર્ટ, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.
આવતીકાલે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત સુરેન્દ્રનગર,અમરેલી,મોરબી,ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના કેટલાક ભાગોમાં ભારે વરસાદના આગાહી છે.
દક્ષિણ ગુજરાત તેમજ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,પાટણ સહિત કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 20 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.
Site Admin | July 18, 2024 7:59 PM | વરસાદ
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ અલર્ટ