હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમ્યાન આવતીકાલથી 12 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરત સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
દરમિયાન આજે રાજ્યનાં 96 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. તાપીના નીઝરમાં પોણો એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
Site Admin | August 6, 2024 7:21 PM | વરસાદ
હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમ્યાન આવતીકાલથી 12 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી