હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા જ્યારે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, દક્ષિણ ગુજરાતના નર્મદા, નવસારી ભરૂચ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગે આવતીકાલે પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે અન્ય સ્થળોએ ભારે પવન સાથે હળવા અને છુટાછવાયાં વરસાદની શક્યતા દર્શાવી છે.
Site Admin | August 14, 2024 9:51 AM
હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.