ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન દેશના 19 રાજ્યોમાં અતિ ભારે અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે બિહાર, ઓડિશા, ઝારખંડ નાગાલેન્ડ,મણિપુર,મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના છે.હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, અઠવાડિયા દરમિયાન મધ્ય ભારત, કોંકણ, ગોવા અને ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.દરમિયાન દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ગઈ મોડી રાતથી હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે.વરસાદને કારણે આજે સવારે રાજધાનીમાં વાહનવ્યવહાર પર પણ અસર પડી હતી.
Site Admin | September 12, 2024 2:32 PM | હવામાન વિભાગ
હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન દેશના 19 રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી