હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ગઈ કાલે ઓપન સેક્શનના સાતમા રાઉન્ડમાં ચીનને હરાવતા ભારતીય ટીમની જીત થઈ છે. ઓપન સેક્શનમાં ભારતીય ટીમે ચીનના 1.5 પોઈન્ટના જવાબમાં 2.5 પોઈન્ટથી જીત મેળવી હતી. ડી. ગુકેશે, ચીનના ખેલાડીને હરાવીને ભારતને સાતમા રાઉન્ડની મેચ જીતવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે.
ભારત અને ચીન વચ્ચેની બાકીની ત્રણ મેચ ડ્રો રહી હતી. આ જીત બાદ ભારતીય ટીમના ઓપન કેટેગરીમાં 14 મેચ પોઈન્ટ થઈ ગયા છે. ભારતની ઓપન અને મહિલા ટીમોએ ચેસ ઓલિમ્પિયાડના બીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે. આ બંને ટીમો અત્યાર સુધી એકપણ મેચ હારી નથી.
Site Admin | September 19, 2024 2:17 PM | ચેસ ઓલિમ્પિયાડ
હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ગઈ કાલે ઓપન સેક્શનના સાતમા રાઉન્ડમાં ચીનને હરાવતા ભારતીય ટીમની જીત થઈ છે