હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઑલમ્પિયાડમાં ભારતીય ટીમે ગઈકાલે ઑપન સેક્શનના સાતમા તબક્કામાં ચીનને હરાવ્યું છે.

હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઑલમ્પિયાડમાં ભારતીય ટીમે ગઈકાલે ઑપન સેક્શનના સાતમા તબક્કામાં ચીનને હરાવ્યું છે. ઑપન સેક્શનમાં ભારતીય ટીમે ચીનને એક દશાંશ 5 અંકના જવાબમાં 2 દશાંશ પાંચ અંકથી જીત હાંસલ કરી હતી.
ડૉમ્મારાજૂ ગુકેશે ટોચના બૉર્ડ પર ચીનના વેઈ યીને હરાવતા ભારતને સાતમા તબક્કામાં જીતવામાં મદદ મળી. જ્યારે ભારત અને ચીનની અન્ય ત્રણ મેચ બરાબરીના સ્કૉર સાથે પૂર્ણ થઈ હતી. આ સાથે ભારતની ઑપન અને મહિલા ટીમ ચેસ ઑલમ્પિયાડના બીજા તબક્કામાં પહોંચી છે અને બંને ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.