હંગેરીના બુડાપેસ્ટમાં ગઈકાલે 45મી ચેસ ઑલમ્પિયાડના ઑપન સેક્શનમાં ભારતીય ટીમે અજરબૈજાન સામે ત્રણ—એકથી જીત હાંસલ કરી હતી. જ્યારે મહિલા ટીમે કઝાકિસ્તાનને પાંચમા તબક્કામાં 2.5—1.5ના અંતરથી હરાવ્યું હતું. ઑપન સેક્શનમાં ભારતના ગુકેશે પોતાના પ્રતિસ્પર્ધી ગ્રાન્ડમાસ્ટર આયેદિન સુલેમાનલીને હરાવ્યા હતા. વિશ્વ વિજેતાના દાવેદાર એવા ગુકેશે સારું પ્રદર્શન કરી ટોચના ખેલાડીઓમાં તેઓ પ્રથમ રહ્યા હતા.
મહિલાઓના વર્ગમાં ગ્રાન્ડમાસ્ટર હરિકા દ્રોણાવલ્લી, બીબીસારા અસાએવા સામે હારી ગયાં હતાં. જ્યારે ગ્રાન્ડમાસ્ટર આર. વૈશાલીએ મેરૂએર્ટ કમાલીદેનોવાને હરાવ્યાં હતાં. વંતિકા અગ્રવાલે એલુઆ નુરમૈનને હરાવ્યાં હતાં. ચેસ ઑલમ્પિયાડમાં હજી છ તબક્કાની રમત બાકી છે.
Site Admin | September 16, 2024 8:53 AM
હંગેરીના બુડાપેસ્ટમાં ગઈકાલે 45મી ચેસ ઑલમ્પિયાડના ઑપન સેક્શનમાં ભારતીય ટીમે અજરબૈજાન સામે ત્રણ—એકથી જીત હાંસલ કરી હતી