આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગ રૂપે 17 સપ્ટેમ્બર થી 31 ઓકટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2024 પખવાડિયાની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટના ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં આવેલ જનતા બાગ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને જસદણ શહેરમાં આવેલા જિલેશ્વર પાર્ક ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું હતું.જ્યારે જસદણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રી સફાઈની કામગીરી કરવામાં આવી હતી.
Site Admin | September 20, 2024 9:14 AM
સ્વચ્છતા હી સેવા 2024 પખવાડિયાની અંતર્ગત રાજકોટ મા સાંસ્કૃતિક કાર્યક્રમ અને યોગ શિબિરનું આયોજન કરાયું હતું