September 22, 2024 2:52 PM

printer

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બનાસકાંઠાના પાલનપુર અને સાબરકાંઠાના હિંમતનગર ખાતે સ્વચ્છતા મેરથોન દોડ યોજાઇ

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બનાસકાંઠાના પાલનપુર અને સાબરકાંઠાના હિંમતનગર ખાતે સ્વચ્છતા મેરથોન દોડ યોજાઇ. પાલનપુરની સરકારી શાળા ખાતેથી ધારાસભ્ય અનિકેત ઠાકરે લીલીઝંડી આપીને આ દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે, શશિવન ખાતેથી શરૂ થયેલી આ મેરથોન દોડનું સમાપન કલેક્ટર કચેરી ખાતે કરાયું હતું.
તેવી જ રીતે સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકા દ્વારા પણ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા જિલ્લા પ્રતિનિધિ યોગેસ સથવારા જણાવે છે કે, “સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા”ની વિષય વસ્તુ સાથે નગરપાલિકા દ્રારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.