સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ થયો છે.
3 દિવસ ચાલનારી આ આંતર રાજ્ય સ્પર્ધામાં રાજયભરના 25 જિલ્લાઓની શાળાઓની ટીમો ભાગ લઈ રહી છે. જેમાં 400થી વધુ કિશોર ભાગ લઈ રહ્યા હોવાનું સ્પર્ધાના કન્વીનર અને રાજકોટ હોકી કોચ મહેશ દિવેચાએ જણાવ્યું. ગઈકાલે ક્વાર્ટર ફાઇનલ મેચ રમાઈ હતી. જ્યારે આજે ફાઇનલ મેચ રમાશે. આ મેચમાં વિજેતા ટીમ રાષ્ટ્રીય સ્તરે દિલ્હીમાં યોજનારી મેચમાં ભાગ લઈ શકશે.
Site Admin | September 19, 2024 11:34 AM | #aakahvani #aakashvaninews | Gujarat | newsupdate
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ થયો