સરહદ સુરક્ષા દળને નશાકારક પદાર્થોનો જથ્થો પકડવામાં સફળતા મળી છે. આજે એક શોધખોળ દરમિયાન બીએસએફે ભુજમાં જખૌ દરિયાકાંઠે આવેલા એક અલગ ટાપુમાંથી શંકાસ્પદ 20 પેકેટો જપ્ત કર્યા હતા..
બીએસએફની એક ટુકડી આ ટાપુમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી તે દરમિયાન નશાકારક દ્રવ્યોના 20 પેકેટ મળી આવ્યાં હતાં.. સરહદ સુરક્ષા દળ દ્વારા 14મી જૂનથી અત્યાર સુધી ડ્ર્ગ્સના 170 પેકેટો મળી આવ્યાં છે.. બીએસએફ દ્વારા ભુજમાં દરિયાકાંઠે આવેલા અલગ-અલગ ટાપુઓ અને ખાડી વિસ્તારની સઘન શોધખોળ ચાલી રહી છે.
Site Admin | June 25, 2024 7:40 PM | નશાકારક પદાર્થો | સરહદ સુરક્ષા દળ
સરહદ સુરક્ષા દળને નશાકારક પદાર્થોનો જથ્થો પકડવામાં સફળતા મળી