સરકારે પીએમ સૌર ઘર મફત વીજળી યોજના હેઠળ આદર્શ સૌર ઘરમાટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. નવીન અને પુનહપ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા એક નિવેદનમાં કહેવાયું છે કે આ યોજના અંતર્ગત પ્રત્યેક જિલ્લામાં એક સૌર ગામ તૈયારકરાશે. મંત્રાલયે જણાવ્યું છે કે પ્રત્યેક સૌર ગામ દીઠ રૂપિયા એક કરોડ, જ્યારે કે સમગ્ર યોજનામાં કુલ 800 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. વધુમાં આ યોજના હેઠળ પાંચ હજારની વસતી ધરાવતા જયારે કે, વિશેષશ્રેણીમાં બે હજારથી વધુ વસતિ ધરાવતા અને આવક કરતા ગામોને સામેલ કરાશે. મંત્રાલયે જણાવ્યું છે કે જિલ્લા સ્તરીય સમિતિ દ્વારાસંભવિત ગામોની જાહેરાત બાદ છ મહિનામાં ગામોની પુનહપ્રાપ્ય ઊર્જાની ક્ષમતાને આધારેગામોની મૂલ્યાંકન કરાશે. દરેક જિલ્લામાં સૌથી લધુ પુનહપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ધરાવતાવિજેતા ગામને રૂપિયા એક કરોડની નાણાકીય સહાય પ્રાપ્ત થશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં સરકારે છત પર સૌર ઊર્જા ઉત્પાદનનીભાગીદારીને વધારવા તેમજ રહેણાંક વિસ્તારોમાં વીજળી ઉત્પન્ન કરવા માટે સશક્તિકરણ કરવાના હેતુથી આ યોજનાને મંજૂરી આપી હતી.
Site Admin | August 12, 2024 8:02 PM | સૌર ઘર
સરકારે પીએમ સૌર ઘર મફત વીજળી યોજના હેઠળ આદર્શ સૌર ઘર માટેની માર્ગદર્શિકા જાહેર કરી