July 14, 2024 3:22 PM

printer

શૌર્ય ચક્રથી સન્માનિત તાપી જિલ્લાના સીઆરપીએફ જવાન મુકેશ ગામિતનો સન્માન સમારંભ યોજાયો હતો

શૌર્ય ચક્રથી સન્માનિત તાપી જિલ્લાના સીઆરપીએફ જવાન મુકેશ ગામિતનો સન્માન સમારંભ યોજાયો હતો.આદિજાતી મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં સોનગઢ ખાતે યોજાયેલા આ સન્માન સમારંભમાં મુકેશ ગામીતની વીરતાને બિરદાવવામાં આવી હતી. આદિવાસી વીર જવાન એવા મુકેશ ગામીતે બહાદુરીથી એક આતંકવાદીને ઠાર કરીને પોતાના સાથી જવાનોનો જીવ બચાવ્યો હતો. તેમની બહાદુરી અને સાહસને બિરદાવીને તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા શૌર્ય ચક્ર આપી તેમને સન્માનિત કરાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.