શક્તિપીઠ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પુનમના મેળાનું આજે સમાપન થયું છે.ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવાની પરંપરા રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ ટીમ સાથે મા અંબાને ધજા ચડાવી હતી.અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું. મેળામાં સલામતી માટે ચોવીસ કલાક કાર્યરત પોલીસની ફરજનિષ્ઠાની પણ શ્રી સંઘવીએ પ્રશંસા કરી હતી.
પદયાત્રીઓની સેવા કરનારા અને પદયાત્રાના માર્ગો ઉપર સફાઇ કરનારા સેવાભાવી લોકોની સેવાને પણ ગૃહરાજ્ય મંત્રીએ બિરદાવી હતી.
Site Admin | September 18, 2024 7:31 PM
શક્તિપીઠ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પુનમના મેળાનું આજે સમાપન થયું છે