વિશ્વ પ્રસિધ્ધ અંબાજી મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરાયું છે. 18 તારીખ સુધી અંબાજી ખાતે ચાલનાર આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન, યોગ ઉત્સવ, ડિજિટલ ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા તેમજ ભારત સાકારની ફ્લેગશિપ યોજનાઓ અંતર્ગત સ્પર્ધાઓ, મનોરંજક કાર્યક્રમો , મલ્ટિમિડીયા પ્રવૃતિઓનું આયોજન જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓમાં ચિત્ર સ્પર્ધા, યોગાસન સ્પર્ધા સાથે અન્ય પ્રવૃતિઓનું આયોજન હાથ ધરાયું છે. મેળા દરમિયાન આગામી દિવસોમાં પણ સ્વચ્છ ભારત અંતર્ગત વિવિધ પ્રવુતિઓ આયોજન કરવામાં આવશે.વિકસિત ભારત @2047 વિષય અંતર્ગત જન કલ્યાણકારી યોજનાઓ અને અભિયાનો અંગેની પણ આ પ્રદર્શનમાં અપાશે.
Site Admin | September 14, 2024 7:55 PM
વિશ્વ પ્રસિધ્ધ અંબાજી મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરાયું છે