હવામાન વિભાગે આજે અને આવતી કાલે તાપી, નવસારી, ડાંગ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને 23 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 17 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામ તાલુકા અને ભાવનગરના તળાજા તાલુકામાં એક-એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 73 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સૌથી વધુ 89 ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં 87 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 81 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 57 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 55 ટકા વરસાદ પડ્યો છે.
Site Admin | August 20, 2024 7:10 PM | વરસાદ
હવામાન વિભાગે આજે અને આવતી કાલે તાપી, નવસારી, ડાંગ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી