રેલવેના પાયલોટની સતર્કતાને કારણે સુરત નજીક કીમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો..કીમ નદીના બ્રિજ પાસે જોગલ ફિશર પ્લેટ છૂટી કરી રેલવે ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી. રાત્રે પસાર થતી ટ્રેનના પાઇલોટના પ્લેટ છુટી કરેલી હોવાનું ધ્યાનમાં આવતા તરત જ ટ્રેન અટકાવી દીધી હતી.. પાયલોટે તુરતજ કીમ રેલવે સ્ટેશન અને કોસંબા સ્ટેશન જાણ કરી હતી…
અધિકારીઓ પણ ઘટના સ્થળે ધસી ગયા હતા હાલમાં છુટા કરાયેલા તમામ પાર્ટસ ફરી પાછા લગાવીને ટ્રેકને પૂર્વવત કરવામાં આવ્યો છે. આ બનાવની ગંભીરતા જોઇને ઘટના સ્થળે રેલવે પોલીસ અને સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા.. તેમજ રેલવે વ્યવહાર પૂર્વવત કરી દેવાયો હોવાનું જણાવ્યુ હતું.
Site Admin | September 21, 2024 2:49 PM
રેલવેના પાયલોટની સતર્કતાને કારણે સુરત નજીક કીમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો