રાહુલ ગાંધીએ તેમની તાજેતરની યુએસ મુલાકાત દરમિયાન અનામત મુદ્દે કરેલા નિવેદનના વિરોધમાં ભાજપના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું.. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી ડૉ.પ્રેમચંદ બૈરવાજીની ઉપસ્થિતિમાં ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સારંગપુર સર્કલ સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ કાર્યક્રમ યોજાયો હતો.
બીજીતરફ રાહુલ ગાંધી અંગે ભાજપના એક નેતા દ્વારા કરાયેલા કથિત ઉચ્ચારણોના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવાયુ હતું.. તાપી ખાતે કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન કરીને કલેકટરને આવેદન પત્ર આપીને ભાજપના નેતા સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
Site Admin | September 20, 2024 7:27 PM | રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ તેમની તાજેતરની યુએસ મુલાકાત દરમિયાન અનામત મુદ્દે કરેલા નિવેદનના વિરોધમાં ભાજપના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું