રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પર શુભેચ્છા સંદેશમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે શ્રી મોદીએ પોતાના વ્યક્તિત્વ અનેકાર્ય દ્વારા દેશની સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. વધુમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે રાષ્ટ્રની ભાવના સાથેના તેમના નવીન પ્રયત્નો ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો માર્ગ મોકળો કરે છે.
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લખ્યું છે કે શ્રી મોદીએ તેમના બે દાયકાથી વધુ શાસન દ્વારા અને ઐતિહાસિક ત્રીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રી તરીકે દેશના આત્માને ઉત્તેજિત કર્યો છે, સભ્યતાના સિદ્ધાંતોને પોષ્યા છે અને દેશને અભૂતપૂર્વ વિકાસના માર્ગ પર આગળ ધપાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓને પ્રધાનમંત્રીને જન્મ દિવસની શુભેચ્ઠા પાઠવી છે.
Site Admin | September 17, 2024 2:45 PM | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી