રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી

આજે નાળિયેરી પૂર્ણિમાએ સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શૂભેચ્છા પાઠવી છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના અનેખા સંબંધોની ઉજવણીનો તહેવાર છે, જે પરસ્પર પ્રેમ અને વિશ્વાસને મજબૂત બનાવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું, આ તહેવાર ધાર્મિક અને સાંસ્કૃતિક મર્યાદાથી આગળ વધીને દેશની વિવિધતામાં એકતાનું પ્રતિક છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આ તહેવાર મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાના સંકલ્પને મજબૂત કરે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.