રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લદ્દાખમાં સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લેશે. તેઓ અહીં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે.
અમારા આકાશવાણી લેહ સંવાદદાતાના અહેવાલ મુજબ રાષ્ટ્રપતિની સિયાચીનની આ પ્રથમ અને લદ્દાખની બીજી મુલાકાત છે. ઓક્ટોબર 2023માં તેમની મુલાકાત ખરાબ હવામાનને કારણે રદ થઈ હતી. રાષ્ટ્રપતિનું સ્વાગત ઉપરાજ્યપાલ ડૉ. બી.ડી. મિશ્રા, મુખ્ય કાર્યકારી કાઉન્સિલર દ્વારા કરવામાં આવશે. કારાકોરમ રેન્જમાં સ્થિત સિયાચીન ગ્લેશિયર એ વિશ્વનો સૌથી વધુ સૈન્ય કબજો ધરાવતો પ્રદેશ છે.
Site Admin | September 26, 2024 2:28 PM | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લદ્દાખમાં સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લેશે