August 14, 2024 7:40 PM

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના તમામ રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત કરાશે. તેમ જ દૂરદર્શનની તમામ ચેનલ પર હિન્દીમાં અને પછી અંગ્રેજી આવૃત્તિનું પ્રસારણ થશે.
દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ બાદ દૂરદર્શનની તમામ પ્રાદેશિક ચેનલ દ્વારા પ્રાદેશિક ભાષામાં રાષ્ટ્રપતિના સંબોધનનું પ્રસારણ થશે. આકાશવાણી પોતાના તમામ પ્રાદેશિક નેટવર્ક પર રાત્રે સાડા નવ વાગ્યે પ્રાદેશિક ભાષામાં રાષ્ટ્રપતિનું સંબોધન પ્રસારિત કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.