રાજ્ય સરકાર દ્વારા સુરતના બારડોલી- માંડવી અને સોનગઢ તાલુકામાં 44 કરોડ 68 લાખ રૂપિયાના 24 રસ્તાના કામને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વિવિધ રસ્તાઓ પર સમારકામ, મજબૂતીકરણની કામગીરી કરાશે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા બારડોલી તાલુકામાં 40 લાખ રૂપિયાના ખર્ચે, માંડવી તાલુકાના ઝાબ, પાતાળ, વેરાકુઈ, માંગરોળ રોડ, તડકેશ્વર રોશવાડ વિરપોર સહિત 12 રસ્તાઓના સમારકામ અને મજબૂતીકરણનું કામ કરાશે. સાથે જ સોનગઢ તાલુકામાં પણ 11 કરોડ 78 લાખ રૂપિયાના ખર્ચે અન્ય 12 રસ્તા મળી કુલ 24 રસ્તા પર મજબૂતીકરણ સહિતની કામગીરી કરવામાં આવશે.
Site Admin | September 11, 2024 7:37 PM
રાજ્ય સરકાર દ્વારા સુરતના બારડોલી- માંડવી અને સોનગઢ તાલુકામાં 44 કરોડ 68 લાખ રૂપિયાના 24 રસ્તાના કામને મંજૂરી આપવામાં આવી