September 15, 2024 7:18 PM

printer

રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાજ્યભરની વિવિધ અદાલતોમાં રાષ્ટ્રીય અદાલતનું આયોજન થયું

રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાજ્યભરની વિવિધ અદાલતોમાં રાષ્ટ્રીય અદાલતનું આયોજન થયું હતું. જેમાં અમાદાવાદ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી, લગ્નની તકરારના, ચેક રિટર્ન અને પ્રિ-લિટીગેશનના કુલ 1 કરોડ 23 લાખ 960 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. કુલ 395 કરોડની રકમના કેસોનો નિકાલ કરાયો હતો.
ગઇકાલની લોક અદાલતમાં વિશેષ એક 11 વર્ષ જૂના મોટર વાહન અકસ્માતના કેસમાં બે કરોડના દાવા સામે આવકના પુરાવાને જોઇને 1 કરોડ 30 લાખ રૂપિયામાં સમાધાન કરાયું હતું. કેસની વિગત મુજબ ભચાઉ પાસે ખાનગી બસમાં મુસાફરી કરનાર 35 વર્ષીય ખાનગી કંપનીના ડેપયુટી જનરલ સેલ્સ મેનેજર અવસાન પામ્યા હતા. વડી અદાલતના ન્યાયાધીશ દ્વારા વીમા કંપનીના વકીલ અને અરજદારના વકીલને બિરદાવતા 1 કરોડ 30 લાખ રૂપિયાનો ચેક સમાધાનરૂપે અર્પણ કરાયો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.