રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારું રહેતાં ડાંગ જિલ્લાના તમામ ચેક-ડેમ અને મોટા ડેમમાં પાણીની સારી આવક થઈ છે. ડાંગનાં અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે, સરકાર દ્વારા જિલ્લામાં 5 જેટલી જૂથ યોજનામાં 70 ગામનો સમાવેશ કરાયો છે. જિલ્લામાં પીવાના પાણીની મુશ્કેલી દૂર કરવા 866 કરોડ રૂપિયાના ખર્ચે 269 ગામ માટેની ઉકાઈ ડેમ આધારિત કાકરાપાર વિયરથી જિલ્લામાં પાઈપલાઈન યોજનાનું મંજૂર કરાયેલું કામ હાલ પ્રગતિમાં છે.
Site Admin | September 11, 2024 7:33 PM
રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારું રહેતાં ડાંગ જિલ્લાના તમામ ચેક-ડેમ અને મોટા ડેમમાં પાણીની સારી આવક થઈ છે