રાજ્યમાં આજે હર્ષોલ્લાસ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે

ભાઇ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની આજે પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે.
રક્ષાબંધનના પવિત્ર પર્વ પર બહેન ભાઇના હાથમાં રાખડી બાંધે છે અને ભાઇની લાંબી આયુ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરે છે. જયારે ભાઇબહેનની રક્ષા કરવાનું વચન આપે છે. અને બહેનને અવનવી ભેટ આપે છે. દરમ્યાન, રક્ષાબંધનના પગલે લોકો ગત મોડી રાત સુધી બજારમાં રાખડી, મીઠાઇની ખરીદી કરતા જોવા મળ્યા હતા. મીઠાઇ ઉપરાંત સૂકોમેવો, ચોકલેટમાં પણ મોટી ખરીદી જોવા મળી હતી.
રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ નાગરીકોને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રક્ષાબંધનના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા તેમના સંદેશમાં જણાવ્યું હતું કે આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના અનોખા બંધનની ઉજવણી છે જે પ્રેમ અને પરસ્પર વિશ્વાસની લાગણીઓને મજબૂત બનાવે છે તેમણે કહ્યું કે આ તહેવાર મહિલાઓના અધિકારોની રક્ષા કરવાના સંકલ્પને મજબૂત બનાવે છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.