રાજ્યભરમાં થઇ રહેલી પોષણ માસની ઉજવણી અંતર્ગત રાજકોટમાં મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને પોષણમાહ ‘કાર્યશાળા’ યોજાઇ. આ પ્રસંગે તેમણે બાળકોને યોગ્ય પોષણયુક્ત ખોરાક મળી રહે તેમ જ શિક્ષણ અને તેઓના આરોગ્ય માટે વિવિધ કાર્યક્રમો કરવા પર ભાર મૂક્યો હતો.. બાળકોને પરંપરાગત રમતો રમાડવા માટે પણ તેમણે સૌને અપીલ કરી હતી..
સાબરકાંઠા જિલ્લામાં સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી.. જેમાં કિશોરી હેલ્થ ચેક અપ, વાનગી પ્રદર્શન,વાનગી હરીફાઈ, સ્વસ્થ કિશોરી સ્પર્ધા, સ્વસ્થ બાળક સ્પર્ધા યોજાઇ..
Site Admin | September 21, 2024 7:25 PM
રાજ્યભરમાં થઇ રહેલી પોષણ માસની ઉજવણી અંતર્ગત રાજકોટમાં મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને પોષણમાહ ‘કાર્યશાળા’ યોજાઇ