રાજ્યભરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ગીર સોમનાથના સૂત્રાપાડામાં GHCL ફાઉન્ડેશન દ્વારા એક હજાર વૃક્ષોનું વાવેતર કરાયું.. આ ઉપરાંત, ખેડુતોની આવક વૃદ્ધિ માટે રાહત દરે 18 હજાર ફળ પાકોનાં રોપાઓનું 300થી વધારે ખેડુતોને વિતરણ કરવામાં આવ્યું..
મોરબીના હળવદ તાલુકાપંચાયત અને વનવિભાગના સંયુક્ત ઉપક્રમે વન મહોત્સવની ઉજવણી અંતર્ગત અઢી લાખ જેટલા વૃક્ષોના વિતરણ અને ૩૧ હજારથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું..
બીજી તરફ, મહેસાણા જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
Site Admin | August 22, 2024 8:22 PM | એક પેડ માં કે નામ
રાજ્યભરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે