રાજ્યના ખેડૂતો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ આવતીકાલથી ખુલ્લું મૂકાશે.આ પોર્ટલ વિવિધ જિલ્લા માટે તબક્કાવાર સાત દિવસ માટે અરજી મેળવવા ખુલ્લું રખાશે.ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્યવૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલીત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આઇ-ખેડૂત
પોર્ટલ તબક્કાવાર ખુલ્લું રહેશે.રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિદ્વારકા સહિતના કુલ 11 જિલ્લાના ખેડૂતો માટે આવતીકાલથી 27 સપ્ટેમ્બર સુધી, અમદાવાદ, ખેડા, આણંદ,ગાંધીનગર સાથેના 10 જિલ્લાના ખેડૂતો માટે 23 થી 29 સપ્ટેમ્બર સુધી અને મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના 12 જિલ્લાના ખેડૂતો આગામી 24 થી 30 સપ્ટેમ્બર, સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાશે.
Site Admin | September 20, 2024 9:08 AM
રાજ્યના ખેડૂતો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ આવતીકાલથી ખુલ્લું મૂકાશે