મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેડાના નડિયાદ ખાતે ધ્વજવંદન સમારોહ દરમિયાન રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠામાં, નાણામંત્રી કનુભાઇ દેસાઈ સુરતમાં, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મહેસાણામાં, કૃષિમંત્રી રાઘવજી પટેલ જુનાગઢમાં ધ્વજવંદન કરશે.
ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત કચ્છમાં, પાણી-પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અમરેલીમાં, પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા બોટાદમાં, શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડિંડોર સાબરકાંઠામાં, મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા ગીરસોમનાથમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં જિલ્લાકક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.
Site Admin | August 12, 2024 3:50 PM | ભૂપેન્દ્ર પટેલ | મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ | સ્વતંત્રતા પર્વ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેડાના નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે