September 20, 2024 9:00 AM

printer

મહેસાણાના વડનગરમાં તૈયાર થયેલા એશિયાના પ્રથમ પુરાતત્વ અનુભવ સંગ્રહાલયનું કામ 90 ટકા પૂર્ણ થઈ ગયું છે

મહેસાણાના વડનગરમાં તૈયાર થયેલા એશિયાના પ્રથમ પુરાતત્વ અનુભવ સંગ્રહાલયનું કામ 90 ટકા પૂર્ણ થઈ ગયું છે. આ સંગ્રહાલય દેશનાં અતૂલ્ય વારસાને જીવંત બનાવશે.21 મીટર ઊંચા અને 326 થાંભલા પર 13 હજાર 525 ચોરસ ફૂટ વિસ્તારમાં આ સંગ્રહાલય પથરાયેલું છે. બાકીનું 10 ટકા કામ પૂર્ણ થયાં બાદ આગામી ત્રણ મહિનામાં આ સંગ્રહાલય પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકાય તેવી શક્યતા છે.સંગ્રહાલયના ત્રણ માળની ગેલેરીમાં વડનગરના સાત વિવિધ કાળની સંસ્કૃતિની પ્રતીતિ કરાવતા ચિત્રો અને મળી આવેલા અવશેષો હશે. ઉલ્લેખનીય છે કે, દેશ અને એશિયાનું આ પ્રથમ સંગ્રહાલય હશે, જેમાં લોકો ઉત્ખનન ક્ષેત્રને જીવંત નીહાળી શકશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.