ભારત એશિયાઈ ચેમ્પિયનશીપ હૉકી ટુર્નામૅન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. ચીનના હુલુનબુઈરમાં રમાયેલી મેચમાં ભારતે મલેશિયાને 8-1થી હરાવીને સતત ત્રીજી જીત હાંસલ કરતા અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું.
ભારત માટે રાજકુમાર પાલે ગોલની હેટ્રિક કરી. અરાઈજીતસિંહ હુંડલે બે ગોલ કર્યા હતા. જુગરાજ સિંહ, હરમનપ્રિત સિંહ અને ઉત્તમસિંહે પણ એક- એક ગોલ કર્યા હતા. આ પૂર્વે ભારતીય ટીમે ચીન અને જાપાનની ટીમ સામે જીત હાંસલ કરી હતી.
Site Admin | September 11, 2024 8:02 PM
ભારત એશિયાઈ ચેમ્પિયનશીપ હૉકી ટુર્નામૅન્ટની સેમિફાઇનલમાં પહોંચ્યું