September 20, 2024 10:05 AM

printer

ભારતીય હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, પૂર્વ મધ્યપ્રદેશ,છત્તીસગઢ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સપ્તાહ દરમિયાન કોંકણ, ગોવા, મરાઠવાડા, રાયલસીમા અને તટીય કર્ણાટકમાં છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ગરમ અને ભેજવાળા હવામાનની આગાહી કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.