ભારતીય પેરા શટલર થૂલાસિમથિ મુરુગસન વિમન્સ SU-5 બેડમિન્ટન સ્પર્ધાની ફાઈનલમાં પહોંચ્યાં છે. તેમણે મનીષા રામદાસને પરાજય આપ્યો હતો. તમિલનાડુનાં મુરુગસને રવિવારે રાત્રે સેમિફાઈનલમાં 23-21, 21-17 સ્કોર બનાવ્યો હતો.
આ જીત બાદ મુરુગસને રજત ચંદ્રક સુનિશ્ચિત કર્યો છે. હવે ફાઈનલમાં તેમનો સામનો ચીનની ખેલાડી યાન્ગ ક્યૂએક્સિઆ સાથે થશે. તો સેમિ-ફાઈનલમાં હાર્યા બાદ મનીષા રામદાસ કાંસ્ય ચંદ્રક માટે ડેનમાર્કની કેથરિન રોઝનગ્રેન સામે રમશે.
જ્યારે પેરા તીરંદાજીમાં વિશ્વના પહેલા ક્રમાંકના પેરા તીરંદાજ રાકેશ કુમાર પુરૂષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઑપન ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક ચૂકી ગયા છે. 30ના સ્કોરથી શરૂઆત કર્યા બાદ તેમનો ચીનના ખેલાડી ઝિયાહો સામે પરાજય થયો હતો.
Site Admin | September 2, 2024 3:03 PM
ભારતીય પેરા શટલર થૂલાસિમથિ મુરુગસન વિમન્સ SU-5 બેડમિન્ટન સ્પર્ધાની ફાઈનલમાં પહોંચ્યાં