બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અટવાઈ ગયેલા રાજ્યના 14 વિદ્યાર્થીઓ કેન્દ્ર અને રાજ્યસરકારના પ્રયાસોના પગલે સલામત વતન પરત આવ્યા છે.જ્યારે અન્ય 11 વિદ્યાર્થીઓને પરત લાવવા માટેનાં પ્રયત્ન ચાલુ છે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને આપેલી સૂચનાના પગલે ફસાયેલા વિદ્યાર્થીઓની વિગતો મેળવવા હેલ્પલાઇન નંબર-99784 30075 જાહેર કરવામાં આવ્યો છે.
આજે પરત ફરેલા વિદ્યાર્થીઓમાં ભરૂચના-7, અમદાવાદ અને ભાવનગરના-2-2 તથા અમરેલી, મહેસાણા તથા પાટણના 1-1, એમ કુલ-14 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
Site Admin | July 22, 2024 3:48 PM | બાંગ્લાદેશ
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અટવાઈ ગયેલા રાજ્યના 14 વિદ્યાર્થીઓ કેન્દ્ર અને રાજ્યસરકારના પ્રયાસોના પગલે સલામત વતન પરત આવ્યા