બનાસકાંઠાના પાલનપુરમાં આવતીકાલે 17 મીટર ઊંચાઈ પર રોટરીવાળા દેશના પ્રથમ બ્રિજનું લોકાર્પણ થશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી 89 કરોડ 10 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આબુરોડથી અંબાજી તરફ અને પાલનપુરથી અંબાજી તરફ જતા વાહનો આ પુલ પરથી જઇ શકશે, જેના કારણે લોકોને ટ્રાફિક સમસ્યામાંથી પણ છૂટકારો મળશે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી બનાસકાંઠાના પાલનપુર શહેર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર આ નવનિર્મિત “રેલવે ઑવરબ્રિજ” નિર્માણ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, 17 મીટર ઊંચાઈ પર રોટરીવાળો આ દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ હશે.
Site Admin | September 11, 2024 7:34 PM
બનાસકાંઠાના પાલનપુરમાં આવતીકાલે 17 મીટર ઊંચાઈ પર રોટરીવાળા દેશના પ્રથમ બ્રિજનું લોકાર્પણ થશે