પશ્ચિમ રેલવે દ્વારા 11 સ્પેશિયલ ટ્રેનને ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મુસાફરોની સુવિધા અને માંગને પહોંચી વળવા રેલવે દ્વારા વિશેષ ભાડા સાથે 27 જોડી ટ્રેનો જે ઓગસ્ટ સુધી દોડવાની હતી તે તમામ ટ્રેનો ડિસેમ્બર સુધી દોડાવવામાં આવશે.
આ તમામ ટ્રેનો માટે રિઝર્વેશન આજથી શરૂ થશે. આ ટ્રેનોમાં બ્રાંન્દ્રા ટર્મિનસ – ભાવનગર, બાંદ્રા ટર્મિનસ-ગાંધીનગર, ઓખા-ગાંધીધામ, અમદાવાદ-પટના, અમદાવાદ-દાનપુર, રાજકોટ-મહેબુબનગર, સાબરમતી-પટના, ભાવનગર-દિલ્હી કેન્ટ, ગાંધીધામ-બોટાદનો સમાવેશ થાય છે.
Site Admin | August 20, 2024 9:05 AM | #aakahvani #aakashvaninews
પશ્ચિમ રેલવે દ્વારા 11 સ્પેશિયલ ટ્રેનને ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી