પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મેળો ચાલી રહ્યો છે જે અંતર્ગત અંબાજી આવતા યાત્રિકોને કોઈ પણ તકલીફ વિના વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીટીતંત્ર કટિબધ્ધ બન્યુ છે. રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોને વિસામા માટે ૪ વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરાઈ છે. આ ડોમમાં અંદાજીત ૧૨૦૦ બેડની સુવિધા, શૌચાલય, પીવાનું શુધ્ધ પાણી, આરોગ્ય, મોબાઇલ ચાર્જીંગની સુવિધા, અગ્નિશામક સાધનો સાથે સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
પ્રથમ ડોમ દાંતાથી અંબાજી તરફ આવતા પાન્છા ખોડિયાર/બ્રહ્માની માર્બલની વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યામાં, બીજો ડોમ હડાદથી અંબાજી તરફ આવતા કામાક્ષી મંદિરની સામે અને ત્રીજો જુની કોલેજ ખાતે તેમજ ચોથો ડોમ માંગલ્ય વનની પાછળના ભાગમાં ઊભા કરવામાં આવ્યા છે.
Site Admin | September 15, 2024 7:16 PM
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મેળો ચાલી રહ્યો છે