નાગરિકોને ઘરઆંગણે એક જ સ્થળેથી 55 જેટલી સરકારી સુવિધા પુરી પાડવા સમગ્ર રાજ્યમાં ગઇકાલથી સેવા સેતુ કાર્યક્રમનો આરંભ થયો છે.મોરબી જિલ્લાના જેતપર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અઘ્યક્ષસ્થાને મોરબી તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અજય દહિયાએ વિવિધ સ્થળે કામગીરીનું નિરીક્ષણ કરી અને સ્થળ પર ઉપસ્થિત કર્મયોગીઓને જરુરી માર્ગદર્શન આપ્યુ હતું અને લોકોની રજુઆતો સાંભળી હતી.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં નાગરીકોએ વ્યક્તિગત સેવાઓનો લાભ લીધો હતો.રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના અનીડા ગામમાં સરકારી પ્રાથમિક શાળા ખાતે ‘સરકાર તમારા દ્વારે’ના આશયથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ અપાયો હતો. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ, રાશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો સહિતની વિવિધ ૫૫ જેટલી સહાય અપાઇ હતી.નર્મદા જિલ્લામાં સેવા સેતુના ૧૦ મા તબક્કામાં કલેક્ટર એસ.એ.મોદીએ ત્રણ મહત્વના અભિયાનનો ખડગદા પ્રાથમિક શાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. આ વેળાએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને મંજૂરી પત્ર અર્પણ કરાયા હતા.
Site Admin | September 18, 2024 7:23 PM
નાગરિકોને ઘરઆંગણે એક જ સ્થળેથી 55 જેટલી સરકારી સુવિધા પુરી પાડવા સમગ્ર રાજ્યમાં ગઇકાલથી સેવા સેતુ કાર્યક્રમનો આરંભ થયો છે