September 16, 2024 8:42 AM

printer

દેશના અનેક ભાગમાં આજે પૈગમ્બર મોહમ્મદના જન્મદિવસ નિમિત્તે મિલાદ—ઉન—નબીની ઉજવણી થઈ રહી છે

દેશના અનેક ભાગમાં આજે પૈગમ્બર મોહમ્મદના જન્મદિવસ નિમિત્તે મિલાદ—ઉન—નબીની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોએ મિલાદ—ઉન—નબીના અવસરે દેશના મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી છે.
રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં લોકોને પવિત્ર ધર્મગ્રંથ કુરાન શરીફના ઉપદેશોને પોતાના જીવનમાં ઉતારવા અને શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ કરવાની અપીલ કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.