ભારતીય રેલવે અને આઈ આર સી ટી સી દ્વારા દેખો આપના દેશ અને ભારત ગૌરવ ટ્રેન અંતર્ગત દક્ષિણ ભારતના જાણિતા યાત્રાધામોના દર્શનાર્થે 17થી 27 ઑક્ટોબર દરમિયાન વિશેષ ટ્રેન શરૂ કરાશે. I.R.C.T.C.નાવરિષ્ઠ નિરીક્ષક પ્રવાસન શુભમ આર્યએ વડોદરા રેલવે સ્ટેશન પર પત્રકાર પરિષદ દરમિયાનઆ માહિતી આપી હતી. શ્રી આર્યએ કહ્યું, ‘યાત્રિઓ રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે અને સોલાપુરથી આ ટ્રેનમાં બેસી શકશે. દર્શનાર્થીઓને તિરુપતિ બાલાજી, પદ્માવતિ મંદિર, રામનાથસ્વામી જ્યોતિર્લિંગ મંદિર, મીનાક્ષી મંદિર, કન્યાકુમારી અને શ્રી પદ્મનાભસ્વામી મંદિરના દર્શન કરવાનો લાભ મળશે.’
Site Admin | September 24, 2024 7:27 PM
દક્ષિણ ભારતના જાણિતા યાત્રાધામોના દર્શન માટે IRCTC વિશેષ ટ્રેનો દોડાવાશે