રાજ્યમાં નવી બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં, હવામાન વિભાગે આજથી દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
જે અંતર્ગત આજે અને આવતીકાલે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.
આવતીકાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાંબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને અમદાવાદ સહિત કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે.
દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહ્યું છે. સૌથી વધુ મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સે. અમદાવાદ અને વડોદરા ખાતે નોંધાયું.
આ ઉપરાંત ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત, વલસાડ, મહુવા ખાતે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સે. નોંધાયું છે.
દરમિયાન, રાજકોટ જિલ્લાના આજી-3 ડેમ સંપૂર્ણ ભરાતા તેનો 1 દરવાજો ખોલવામાં આવ્યો છે. જેના પગલે હેઠવાસના ખાખરાબેલા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
Site Admin | August 20, 2024 9:07 AM | #aakahvani #aakashvaninews
દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં આજથી ભારે વરસાદની શક્યતા