રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થતાં બંધથયેલા રસ્તાઓને પૂર્વવત્ કરાયા છે. અમરેલી જિલ્લાના રાજુલા-વીજપડી રોડ, કચ્છના અંજાર-સતાપર-લાખાપર રોડ તથા ભુજ-માંડવીરાજમાર્ગ, જામનગરના જામજોધપુરથી તરસાઈ ગામને જોડતા હનુમાનગઢગામના રસ્તા પર ધરાશાયી થયેલા વૃક્ષને તંત્રએ હટાવી રસ્તા ખૂલ્લા કરાવ્યા છે.કચ્છની અંજાર નગરપાલિકાએ ભારે પવનના કારણે ધરાશાયી થયેલા જોખમીહોર્ડિંગ્સને તાત્કાલિક અસરથી દૂર કરાવ્યા છે. ઉપરાંત માર્ગમકાન વિભાગે રાપરડાભુંડા રસ્તા પર ભારે વરસાદના પગલે ધરાશાયી વૃક્ષને તાત્કાલિક દૂર કરાવી રસ્તાનેપૂર્વવત કરાવ્યો હતો.
Site Admin | August 29, 2024 7:39 PM
જ્યમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થતાં બંધથયેલા રસ્તાઓને પૂર્વવત્ કરાયા છે