છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામે ખેડૂતોને સ્થાનિક હવામાન આગાહીની માહિતી સરળતાથી મળી રહે તે હેતુથી વેધર સ્ટેશનની સ્થાપવા કરવામાં આવી છે. આનાથી ખેડૂતોને SMS અને ટેલિફોન દ્વારા હવામાન આધારિત પાક સલાહ ઉપલબ્ધ થશે. ખેડૂતોને પવનની દિશા અને ગતિ, તેમજ જમીનના તાપમાન અને ભેજ સહિતની જાણકારી આપવામાં આવશે. અમારા છોટાઉદેપુર જિલ્લાનાં પ્રતિનિધિ જણાવે છે કે આ પરિયોજના નાબાર્ડ, સ્થાનિક સંસ્થા અને સંરક્ષણ જળસ્ત્રાવ વિકાસ સમિતિના સહયોગથી અમલી બની છે.
Site Admin | September 22, 2024 2:54 PM
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામે ખેડૂતોને સ્થાનિક હવામાન આગાહીની માહિતી સરળતાથી મળી રહે તે હેતુથી વેધર સ્ટેશનની સ્થાપવા કરવામાં આવી