July 21, 2024 7:53 PM

printer

ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાત તેમજ ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આવતીકાલથી 25 જુલાઈ સુધી ભારે વરસાદને જોતા કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. તો ઉત્તરાખંડમાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે.

ઉપરાંત આગામી પાંચ દિવસમાં કોંકણ તેમજ ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, માહે, મરાઠવાડા, આંધ્ર પ્રદેશ, યનમ, તેંલગાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

આગામી પાંચ દિવસમાં પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં હળવો તો ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.