વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતમાં ખાતરની ઉપલબ્ધતા અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં યુરિયાનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં ક્યાંય પણ ખાતરની અછત ન સર્જાય, તે માટે કેન્દ્ર સરકારને રાજ્યએ માંગણી કરતા વધુ ખાતરનો જથ્થો પૂરો પાડ્યો છે.
છેલ્લા એક વર્ષમાં કેન્દ્ર સરકાર સમક્ષ યુરિયા ડી.એ.પી અને અન્ય ખાતર મળીને કુલ ૫૯ લાખ ૮૨ હજાર મેટ્રિક ટન જથ્થાની માંગણી કરી હતી, જેની સામે રાજ્યને લગભગ ૬૨ લાખ ૬૦ હજાર મેટ્રિક ટનનો જથ્થો ફાળવવામાં આવ્યો હોવાનો કૃષિમંત્રીએ જવાબ આપ્યો હતો.
Site Admin | August 21, 2024 7:44 PM
ગુજરાતમાં યુરિયાનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે – કૃષિમંત્રી રાઘવજી પટેલ